Section A
Q1. 100 સંસ્કૃતિનું મહત્ત્વ શા માટે?
(a) સ્માર્ટ નગર અને અનસ્માર્ટ નાગરિક!
(b) ન્યાયિક સક્રિયતા (Activism) વિરુદ્ધ ન્યાયિક અસીમતા (Overreach)!
(c) આપણો વારસો અને શાળાનાં બાળકો.
(d) નીચેનો ગદ્યખંડ ધ્યાનપૂર્વક વાંચી તેને અંતે આપેલા પ્રશ્નોના સ્પષ્ટ અને સાચા ઉત્તર તમારી ભાષામાં આપોઃ 2. 12×5 = 60 એમ કહેવાય છે કે સ્રીઓ અડધા આકાશમાં છવાયેલી છે. આપણે તેમાં સંશોધન કરીને કહી શકીએ કે તે એનાથી પણ વધારે સ્થાનની અધિકારી છે. પરંતુ તો પણ દરેક દેશના ઇતિહાસમાં બધા કાળ, સંસ્કૃતિ અને પરંપરા, ક્ષેત્ર, ધર્મ, જાતિ, વર્ગ, શ્રેણી, માનવવંશ, માન્યતા, વર્ણ જુદાં જુદાં વૈવિધ્યપૂર્ણ અતીત તથા વર્તમાનકાળમાં સ્રીઓનું જીવન પ્રત્યેક પ્રભાવિત ક્ષેત્રમાં પુરુષો કરતાં ઓછું અંકાયું છે. તેમની સાથે પુરુષની સરખામણીએ ભોજન, કાર્ય, શિક્ષા, સ્વાસ્થ્ય તથા વિકાસમાં સામેલ થવા યોગ્ય તકો, નેતૃત્વ તથા પાતાનાં સ્વપ્નોને સાકાર થવા દેવામાં ભેદભાવ રખાય છે. તે સાચા અર્થમાં વિશ્વમાં સૌથી મોટી ‘લઘુમતી’ કહી શકાય. પિતૃસત્તા વ્યવસ્થા, સ્રીને વ્યક્તિ તરીકે નથી જોતી, તેની પોતાની એક ઓળખ હોય છે. એ એવી કર્તા છે જે સ્વતંત્ર ઇચ્છા શક્તિ ધરાવે છે. તે એ રીતે નથી જોવાતી કે તેનું પોતાનું ગૌરવ અને સ્વાયત્તતા છે; એ સામાજિક વ્યવસ્થા, ન્યાયિક વ્યવસ્થા કે સંસ્થાઓમાં અને દરેક ક્ષેત્રમાં તેના સમાન અધિકારો છે; તે પણ સન્માનની અધિકારિણી છે, પણ તેના બદલે તે માત્ર જેવાય છે પુરુષના સાધનરૂપે. તેને પ્રજોત્પાદનકાર, સાર સંભાળ કાળજી રાખનાર, યૌનતૃપ્તિની પૂર્તિના સાધન અને પરિવારની સામાન્ય સંપન્નતાના વાહકના રૂપમાં જોવાય છે. તેની સાંસ્કૃતિક સ્વીકૃતિ માત્ર એટલી છે કે તે કોઈ પુરુષની પુત્રી, પત્ની કે મા છે. આનાથી વધુ તેની કોઈ ઓળખ નથી અને એવી ઓળખ ન રહે પછી એને હેય દષ્ટિથી જોવામાં આવે છે. અકેલી સ્રી એક વૃત્ત બહાર ઊભેલ સાધન કે ઉપકરણ રૂપે છે. તેની સાંસ્કૃતિક સ્વીકૃતિ વિવાહયોગ્ય અવસ્થાના ભાગરૂપે છે. પરંતુ તેમ છતાં અત્યાર સુધી જે વિવાહિત નથી અથવા જે વિધવા છે, લગ્નવિચ્છેદબાદ જુદી થયેલ છે, જેને પુરુષના સુરક્ષાવૃત્તનો અભાવ છે, એ જ્યારે એ સુરક્ષાવૃત્તનો અસ્વીકાર કરે, કાં તો જ્યારે પોતાના સાથીને દુર્ઘટના કે બિમારીમાં ગુમાવી દે છે અને સ્વેચ્છાએ એ સુરક્ષાવૃત્ત ને રદ્દ કરે છે, તેના પ્રત્યે સમાજ અણગમો ધરાવે છે. એટલું જ નહિ પરંતુ જ્યારે એ પુરુષના પડછાયા બહાર પોતાના અસ્મિતાના વ્યાપ સાથે એકલી રહી જીવન જીવે છે એવી સ્રી પર પુરુષને સૌથી વધુ દ્વેષ છે. સર્વાધિક વિકસિત દેશોમાં પણ સ્રીઓ 60 થી 80 ટકા ભોજનનું ઉત્પાદન કરે છે. અને વિશ્વના અડધા ભોજન ઉત્પાદનકર્તા તરીકેનું શ્રેય પણ એને જ જ્ઞય છે. સાંસ્કૃતિક રૂપમાં જોવામાં આવે તો પણ અધિકાંશ ઘરોમાં સ્રી જ ભોજન-પ્રદાતા છે. તે છતાં પણ ભારતમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ એ નિશ્ચિત કરે છે કે ઘરમાં સી ઓછું ખાય, છેલ્રે ખાય અને કયારેક તો ખાવાનું ન પણ બચે! એવા ઘરોમાં જ્યાં પર્યાપ્તમાત્રામાં ભોજન છે ત્યાં પણ સ્રીઓને પોષણયુક્ત ભોજન તો નથી જ મળી શકતું. એકલી રહેતી સ્રી પણ સામાજિક બંધનો અને કેટલાક ભેદભાવને કારણે આ શ્રેણીમાં આવે છે. જો કે જે એકલી છે તે પોતાના આત્મવિશ્વાસથી દુનિયામાં સંઘર્ષ કરે છે. PP-ESC-CH-GIR/15 2 DE CINT DE L'ESPORTE CON